

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેને પગલે ઇલેક્ટ્રોનીક્સ આઈટમનું વેચાણ સતત વધી રહ્યું છે અને કંપનીઓ પણ વધુ વેચાણ માટે અવનવી સ્કીમો લાવતી હોય છે મોરબીના ક્રોમા સ્ટોરમાં પણ એક સ્કીમ હોવાથી નાગરિકે તેનો લાભ લીધો હતો અને એસી ખરીદી કર્યું હતું ખરીદી સમયે ઈંસ્ટોલેશન ફ્રી હોવાના ગાણા ગાઈને રૂપિયા ગલ્લામાં પધરાવી દીધા હતા બાદમાં ઈંસ્ટોલેશન સમયે મિકેનિક અવનવા બહાના બનાવી ગ્રાહકને હેરાન કરી રહ્યા છે
મોરબીના ગ્રીન ચોક સાંકડી શેરીમાં રહેતા નૈનેશભાઈ મહેતાએ મોરબીના ક્રોમા સ્ટોરમાંથી એસી ખરીદી કર્યું હતું અને તેના માટે તેઓએ પૂરી રકમ સ્ટોરને ચૂકવી આપી હતી એસી વેચતા સમયે સ્ટોરમાં હાજર સેલ્સમેન મીઠી મીઠી વાતો કરતા હોય છે અને આ ગ્રાહકને પણ ઈંસ્ટોલેશન ફ્રી છે સહિતની લોભામણી લાલચો આપી એસી વેચી નાખ્યું હતું ગત તા. ૧૪ ના રોજ એસી ખરીદી કર્યા બાદ ૧૬ તારીખે એસી ઈંસ્ટોલેશન માટે મિકેનિક આવે છે અને નીતનવા બહાના બનાવી ઈંસ્ટોલેશન માટે પૈસા ઉઘરાવવાના પ્રયાસ કરવામાં આવે છે જોકે ગ્રાહક જાગૃત હોવાથી કોઈ રૂપિયા આપતા નથી અને કંપનીમાં ઓનલાઈન ફરિયાદ કરે છે જોકે આશ્ચર્યની વાત એ છે કે ઓનલાઈન કંપનીમાં ફરિયાદ કરવા છતાં કંપનીમાંથી કોઈ સંતોષકારક પ્રત્યુતર મળ્યો નથી
આમ મોટી મોટી કંપનીઓના નામ બડે અને દર્શન છોટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે એસી, ફ્રીજ અને ટીવી જેવી ચીજવસ્તુઓ વેચવા સમયે સેલ્સમેન અને સેલ્સ ગર્લ્સ મીઠી મીઠી વાતો કરી ગ્રાહકને વસ્તુ વેચી નાખે છે અને બાદમાં હજારો રૂપિયા ખર્ચ કરીને પણ ગ્રાહકને ફરિયાદો કરતું ફરવું પડે છે અને ફરિયાદ સાંભળનાર કોઈ હોતું નથી ત્યારે નીતનવા બહાના બનાવી ઈંસ્ટોલેશનના નામે પૈસા ખંખેરનાર સામે કોણ કાર્યવાહી કરશે તે મોટો પ્રશ્ન છે