હળવદમાં વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપીનો સાબરમતી જેલમાંથી કબજો મેળવાયો


હળવદ પોલીસ મથકમાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી સાબરમતી જેલ અમદાવાદ ખાતે હોવાથી આરોપીનો ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી હળવદ પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુનામાં આરોપી ઇમરાનખાન ઉર્ફે ઓબામાં દિલાવરખાન મલેક હે પીપળી તા. પાટડી સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલ્યું હતું જે આરોપી નાસતો ફરતો હતો અને ઇમરાનખાન નામનો આરોપી સાણંદ જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનાના કામે હાલ સાબરમતી જેલ અમદાવાદ ખાતે હતો જેથી આરોપી ઇમરાનખાન મલેકને ટ્રાન્સફર વોરંટને આધારે સાબરમતી જેલ ખાતેથી કબજો મેળવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે