માળિયાના ભાવપર ગામે ઝેરી જાનવર કરડી જતા પરિણીતાનું મોત

 

ભાવપર ગામમાં પરિણીતા પોતાના મકાનના ફળિયામાં સુતી હોય ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થતા સારવાર દરમિયાન મોત થયું હતું

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા (મી.) તાલુકાના ભાવપર ગામે રહેતા નીરૂબેન રવિન્દ્ર ઉર્ફે રવિભાઈ સોલંકી (ઉ.વ.૩૧) નામની પરિણીતા ગત તા. ૧૯ ના રોજ સવારના ચારેક વાગ્યે મકાનના ફળિયામાં ઓટલા પર સુતા હતા ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં સારવારમાં પરિણીતાનું મોત થયું છે મૃતકનો લગ્નગાળો ૧૦ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.