


લાલપર ગામે આવેલી દુકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧,૦૦,૯૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી જયેશ અમરશીભાઈ દલસાણીયાની લાલપર ગામની સીમમાં આવેલ ઇશાન કોમ્પ્લેક્ષમાં બેસીમ કોર્પોરેશન પ્રથમ માળે દુકાન નં એફ ૦૩ માં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી દુકાનમાં જુગાર રમતા જયેશ અમરશીભાઈ દલસાણીયા, કપિલ ભગવાનજીભાઈ અઘારા, હિતેષ જેરામભાઈ વિઠ્ઠલાપરા, મનસુખ અંબારામભાઈ દેત્રોજા અને દેવકરણ આંબાભાઈ ભાડજા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧,૦૦,૯૩૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે