ટંકરામાં આર્યવીર દળ ના ૩૪ મા સ્થાપના દિન ઉજવણી

ટંકારાના સામાન્ય અૌદિચ્યબ઼ાહ્મણ પરિવારમા જન્મીને ધામિઁક અને સામાજીકક્ષેત્રે પ઼વતઁતી અનેક અંધશ્રધ્ધા,કુરિવાજો સામે બંડ પોકારી વિશ્ર્વભરમા સામાજીક ક઼ાંતિકારી સંત તરીકે ખ્યાતિ પામીને ટંકારાનુ નામ રોશન કરી વૈદિક ધમઁની આહલેક જગાવી આયઁધમઁ સ્થાપ્યો હતો.આયઁધમઁના પ઼ચાર,પ઼સારનુ કામ કરતી ટંકારા શહેરના ત્રણહાટડી પાસે આવેલ આયઁસમાજ સંસ્થાની ભગીની પાંખ અને યુવાનોના તન અને મનનુ ઘડતરનુ સરાહનિય કામ કરતી આયઁવિર દળ સંસ્થાની સ્થાપના ૧૯૮૪ મા કરવામા આવી હતી.આજે રવિવારે આયઁવીર દળના ૩૪ મા સ્થાપના દિવસની ઉજવણી કરવાનુ આયોજન કરવામા આવ્યુ છે.જેમા,કાયઁક઼મનો પ઼ારંભ સંસ્થાની દૈનિક પ઼વૃતિ મુજબ સવારે ૮:૩૦ કલાકે વૈદિક યજ્ઞ થી કરવામા આવશે.બાદમા સાડા નવ વાગ્યાથી આયઁવિરોની અભિવ્યક્તિ,પુરસ્કાર વિતરણ,વિધાૃનોના પ઼વચન,સંસ્થાનો પરિચય સહિતના કાયઁક઼મો યોજાશે.આ તકે,આયઁ ધમઁના પ઼ચાર,પ઼સારને વેગવંતી કરવાની ઝુંબેશ,લોકોને વેદ તરફ પાછા વળો ના સુત્ર અનુસાર વેદધમઁના માગેઁ વાળવા પ઼યાસ કરાશે.કાયઁક઼મ દરમિયાન આયઁસમાજના ઉતરપ઼દેશના સુલતાનપુરના ધનપતગંજ વેદવેદાંત વિધાપીઠ ગુરૂકુળના આચાયઁ ડો.શિવદત પાંડે ખાસ ઉપસ્થિત રહીને વેદ,ઉપનિષદ,વૈદિકધમઁનો મમઁ સમજાવી ધમઁપથ ઉપર આગળ વધવાનુ માગઁદશઁન આપશે.અંતિમ ચરણમા ઉપસ્થિતો,આમંત્રિતો માટે સમુહમા પિ઼તીભોજનનુ આયોજન કરાયુ છે.

Comments
Loading...
WhatsApp chat