


મોરબીના મહિલાના પતિનું અવસાન થતા હોમ લોનમાં લીધેલા વીમા માટે અરજી કરી હતી પરંતુ વીમા કંપનીએ ઇનકાર કરી દીધો હતો જેથી ગ્રાહક સુરક્ષા મંડળ મારફત કેસ કર્યો હતો અને ગ્રાહક અદાલતે રૂ ૮.૮૦ લાખ ચુકવવા આદેશ કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રહીશ શારદાબેન નવલભાઈ વણપરીના પતિ નવલભાઈનું અવસાન થતા આધાર ફાયનાન્સમાંથી મકાન લોન લીધી હતી આધાર ફાયનાન્સ દ્વારા પ્રેમરિકા લાઈફ ઇન્સ્યોરન્સ વીમો લેવામાં આવ્યો હતો અને પોલીસીમાં તમામ બીમારી આવરી લેવામાં આવી હતી વીમાના તમામ કાગળો સમય મર્યાદામાં રજુ કર્યા છતાં વીમા કંપનીએ રેપ્યુડલેટરને કારણે વીમો નામંજૂર કર્યો હતો ગ્રાહક અદાલતના નામદાર ન્યાયમુર્તીએ જણાવ્યું કે ગ્રાહકે વીમાનું પ્રીમીયમ ભરેલ છે એથી લેટ્સી રોગ વચ્ચે કોઈ સંબંધ નથી જો સુસાઈડ કરેલ હોય તો પણ ૮૦ % આપવું જરૂરી છે ગ્રાહકે ૩૫ હપ્તા ભરેલા છે જે વીમા પોલીસીના કરારમાં આવે છે માટે વીમા કંપનીએ શારદાબેનને રૂ ૮,૮૦,૨૭૯ અને રૂ ૨૦૦૦ ખર્ચના ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે
કોઇપણ ગ્રાહકને અન્યાય થતો હોય તો મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો
