શ્રી મોરબી લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો ચુંટણી કાર્યક્રમ જાહેર, ચુંટણી અધિકારીઓની નિમણુક



શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ માટે ચુંટણી અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે તેમજ ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે
ટ્રસ્ટના તમામ સભાસદો જોગ યાદીમાં જણાવ્યું છે કે ટ્રસ્ટના બંધારણ મુજબ ટ્રસ્ટી મંડળની મુદત પૂર્ણ થતી હોવાથી નવા ટ્રસ્ટી મંડળની ચુંટણી યોજવાની થાય છે. તા. 16/10/2026 ના રોજ મળેલ ટ્રસ્ટીઓની મીટીંગના ઠરાવથી સમાજના પ્રતિષ્ઠિત ત્રણ વ્યક્તિઓને ચુંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
ચુંટણી અધિકારીઓની નિમણૂક:
(૧) રુચિરભાઈ અનિલભાઈ કારીયા – ચુંટણી અધિકારી
(૨) પંકજભાઈ જમનાદાસ સેજપાલ – સહ ચુંટણી અધિકારી
(૩) ભાવેશભાઈ પ્રવિણભાઈ હિરાણી – સહ ચુંટણી અધિકારી
ચુંટણી કાર્યક્રમ:
- મતદાર યાદી પ્રસિદ્ધ – તા. 21/10/2026
- ઉમેદવારી ફોર્મ વિતરણ – તા. 22/10/2026 થી 26/10/2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – તા. 27/10/2026, બપોરે 3:00 વાગ્યા સુધી
- ફોર્મ ચકાસણી (Scrutiny) – તા. 28/10/2026, બપોરે 12:00 વાગ્યે
- ફોર્મ પરત ખેંચવાની તારીખ – તા. 29/10/2026, સાંજે 5:00 વાગ્યા સુધી
- ઉમેદવારોની યાદી ની જાહેરાત – તા. 30/10/2026
- મતદાન તારીખ – તા. 01/11/2026, રવિવાર
- મતદાન સમય – સવારે 10:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી
- સ્થળ – લોહાણા મહાજન વાડી, મોરબી
- મતગણતરી અને પરિણામ – તા. 01/11/2026 ના રોજ સ્થળ પર જ
નોંધ:
૧. મતદાર યાદી ટ્રસ્ટની ઓફિસના નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે.
૨. દરેક સભાસદે મતદાન સમયે આધાર કાર્ડ / ઓળખપત્ર સાથે લાવવું ફરજીયાત છે.
નવા ટ્રસ્ટી મંડળનો કાર્યકાળ: તા. 01/11/2026 થી તા. 31/10/2031 સુધીનો રહેશે.
સ્થળ: મોરબી
તારીખ: 16/10/2026
લી.
ચુંટણી અધિકારી
- રુચિરભાઈ અનિલભાઈ કારીયા
- પંકજભાઈ જમનાદાસ સેજપાલ
- ભાવેશભાઈ પ્રવિણભાઈ હિરાણી