મોરબીના જેતપર ગામે આપઘાત, વાંકાનેરમાં બે અપમૃત્યુના બનાવોમાં બેના મોત

મોરબીના જેતપર ગામે કામધંધો બરોબર ચાલતો ના હોવાથી આધેડે આપઘાત કર્યો

જેતપર ગામે રહેતા આધેડ પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા હોય અને કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગામમાં આવેલ તળાવ પાસે ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

મોરબીના જેતપર ગામના રહેવાસી રવજીભાઈ ઉર્ફે રવિભાઈ કેશવજીભાઇ ધમણ (ઉ.વ.૫૨) વાળા પૂજાપાઠની ચીજવસ્તુઓની ફેરી કરતા હોય અને થોડા સમયથી કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગુમસુમ રહેતા હતા અને ગત તા. ૨૯ ના રોજ રાત્રીના સમયે જેતપર ગામે તળાવ પાસે શીતળા માતાજી મંદિર નજીક ઝાડની ડાળીએ દોરડું બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

વાંકાનેર નેશનલ હાઈવે બ્રીજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેરના ઢુવા ગામે નેશનલ હાઈવે રોડના બ્રીજ પાસેથી અજાણ્યા પુરુષ આશરે ૩૫ વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો અજાણ્યા પુરુષનું મોત થતા ૧૦ મારફત મોરબી સરકારી હોસ્પિટલ પીએમ અર્થે મૃતદેહ ખસેડ્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે

 

વાંકાનેરના માટેલ રોડ પર હોટેલના બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

માટેલ ઢુવા રોડ પર આવેલ હોટેલના બીજા માળેથી નીચે પડી જતા ૩૦ વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ઢુવા માટેલ રોડ પર આવેલ વિકાસ હોટેલ બાજુમાં આવેલ ખોડીયાર રેસીડેન્સીના પ્રથમ માળે રૂમ નં ૦૨ માં રહેતા મનીષ સુંદરલાલ મહેરા (ઉ.વ.૩૦) નામના યુવાન ગત તા. ૨૯ ના રોજ રાત્રીના કોઈ કારણોસર વિકાસ હોટેલના બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતુ વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.