મોરબી-માળિયામાં ત્રણ જુગાર રેડ, ૧૧ પત્તાપ્રેમીઓ રોકડ-મોબાઈલ સાથે ઝડપાયા


મોરબીના મીરાં પાર્કમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા, રોકડ-મોબાઈલ કબ્જે
વાવડી રોડ મીરાં પાર્ક સોસાયટી સામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૭૯૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ મીરાં પાર્ક સોસાયટી સામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા લાલજીભાઈ નારણભાઈ ડાંગર, રમેશભાઈ ગગુભાઈ ડાંગર, અરવિંદભાઈ ઉગાભાઇ ડાંગર અને લાલજીભાઈ રાયધનભાઈ ડાંગર એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૨૯૪૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૭૯૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબીના સાપર ગામની સીમમાં નોટ નંબરી જુગાર રમતા બે ઝડપાયા
સાપર ગામની સીમમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાપર ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં ચલણી નોટોના નંબર પર એકી બેકી જુગાર રમતા દિનેશ ચતુરભાઈ પાટડીયા અને અજય ગોરધનભાઈ સનુરા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૫૦૦ જપ્ત કરી છે
માળિયાના નવા દેવગઢ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
નવા દેવગઢ ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૫૮૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા દેવગઢ ગામમાં કોળીવાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા શામજીભાઈ ભુદરભાઈ પાટડીયા, પ્રવીણભાઈ રણધીરભાઈ ચાવડા, દિનેશભાઈ ગેલાભાઈ સવસેટા, મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા અને મહેશભારતી નારણભારતી ગોસ્વામી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૫૮૦ જપ્ત કરી છે