વાંકાનેરમાં તને ગામની બાબતમાં બહુ રસ છે અમારું સમાધાન થવા દીધું નહિ કહીને મારામારી

વાંકાનેર તાલુકા પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી

 

 

વાંકાનેર તાલુકાના પાડધરા ગામમાં તને ગામની બધી વાતમાં રસ છે, અમારું સમાધાન થવા દીધું નથી કહીને સાત ઇસમોએ યુવાનને લાકડી વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

પાડધરા ગામના રહેવાસી કિશનભાઈ રઘુભાઈ બાવળિયા (ઉ.વ.૩૦) વાળાએ આરોપીઓ જયેશભાઇ ગેલાભાઇ સરૈયા, હીરાભાઇ ગેલાભાઇ,  માંડણભાઇ હરજીભાઇ, મનિષભાઇ હરજીભાઇ અને લાલભાઇ મસાભાઇ રહે બધા-જેતપરડા તા.વાંકાનેર તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયેશ સરૈયાએ ફરીયાદી પાસે આવી અમારૂ સમાધાન થવા દીધું નથી કહીને બોલાચાલી કરી જતો રહ્યો હતો

 

બાદમાં આરોપીઓ હીરાભાઈ, માંડણભાઈ, મનીષ અને લાલભાઈ ચારેય ક્રેટા કાર જીજે ૩૬ એજે ૬૨૧૨ લઈને આવી ફરિયાદી સાથે તને ગામમાં બધી બાબતમાં બહુ રસ છે તે અમારૂ સમાધાન થવા દીધું નહિ કહીને લાકડીના ઘા મારી તેમજ સ્કોર્પીઓ કાર નંબર ૪૬૪૭ વાળીમાં બે અજાણ્યા ઈસમો ઉતરી તેને પણ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને બધા ઈસમો બંને ગાડીમાં જતા રહ્યા હતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.