

મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા તો મધરાત્રીએ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને બીજા યુવાનની શોધખોળ બપોર સુધી ચાલી હતી અને આખરે બીજો મૃતદેહ ફાયર ટીમને હાથ લાગ્યો હતો
મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે સાંજે ૭ : ૩૦ વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે યુવાનોને બે ત્રણ કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તો રાત્રીના સાડા બાર આસપાસ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને હજુ એક ડૂબેલા યુવાનની શોધખોળ બપોરે ૧૨ સુધી ચાલી હતી આટલી કલાકોની મહેનત બાદ પણ ફાયર ટીમને મૃતદેહ મળ્યો હતો
પાણીમાં ડૂબી જતા બીજા યુવાનનું પણ મોત થયું હતું કુલ ચાર માંથી બેનો બચાવ થયો હતો જયારે બેના મોત થયા હતા ગણેશ વિસર્જનના પાવન પર્વે કરુણાંતિકાથી શોકની લાગણી ફેલાઈ છે