

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા એલ ઈ કોલેજ હોસ્ટેલના પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આવેદનમાં રજૂઆત કરી જણાવ્યું છે કે L.E કૉલેજની હોસ્ટેલમાં છેલ્લા ઘણાં સમયથી વિધાર્થીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેવી કે પીવાના પાણીની સુવિધા નથી, પીવાના પાણીનું કુલર બંધ અવસ્થામાં છે, બાથરૂમ તથા ટોયલેટની સાફ – સફાઈ થતી નથી, કર્મચારીઓ આવે છે પરંતુ લોબી સાફ કરી અને પાર્કિંગમાં બેસીને જતાં રહે છે, ફાયર સેફ્ટી માટેના પાઇપ મુકેલ છે પરંતુ તેની પાણીની ટાંકી તૂટી ગયેલ છે જેથી કરીને ક્યારેક મુશ્કેલીનો સમય આવે ત્યારે તે કંઈ જ ઉપયોગી થઈ શકે તેમ નથી, સાફ – સફાઈ થયેલ કચરાનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી, કચરા પેટીની સુવિધા જ નથી, નહાવા માટે ડોલ વગેરેની સુવિધા નથી, પાણીની ટાંકીનું પાણી છલકાઈ ને હોસ્ટેલ તરફ આવે છે જેના કારણે જીવ – જંતુનો ઉપદ્રવ વધે છે. આ બધા વિષયોને લઈને અગાઉ ૦૧/૦૪/૨૫ ના રોજ આવેદન પાઠવવામાં આવ્યું હતું પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી
જેથી તાત્કાલિક ઉકેલ લાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજૂઆત સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા કૉલેજ પ્રશાસનને ચીમકી આપવામાં આવી કે જો આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવેતો ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.