



વાંકાનેર સીટી પોલીસે શહેરમાં ત્રણ સ્થળોએ અલગ અલગ રેડ કરી જાહેરમાં વરલી જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લીધો છે
વાંકાનેર સીટી પોલીસે પ્રથમ રેડ નવાપરા સામે આશીર્વાદ પેટ્રોલ પંપ પાસે કરી હતી જાહેરમાં આરોપી સકીલ અયુબ મન્સૂરી અને ક્રિપાલસિંહ બાબુભ દરબાર બંને વરલી આંકડા લખી જુગાર રમતા મળી આવ્યા હતા પોલીસે રોકડ રૂ ૩૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૩૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે બીજી રેડ ગ્રીન ચોક પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા સંદીપ રમણીકભાઈ માણેક અને જુનેદ યાકુબ ભટ્ટી એમ બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૪૫૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૪૪૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
ત્રીજી રેડ ગ્રીન ચોક પાસે કરી હતી જાહેરમાં વરલી જુગાર રમત માહિર એહમદ મુસ્તાક હેરંજા અને મુસ્તાક બિસ્મીલાખાન પઠાણ એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૪૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૨૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે