



શહેરના વાવડી રોડ પર માણેક સોસાયટીના રહેણાંક મકાનમાં મહીલ સંચાલિત જુગાર ધામ પર રેડ કરી પોલીસે મકાનમાં જુગાર રમતી ૧૧ મહિલાઓને ઝડપી લઈને રોકડ રૂ ૩૯,૧૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ માણેક સોસાયટી ૨ બાપા સીતારામ ચોક બાજુમાં રહેતા આરોપી ગીરઝાબેન મનસુખભાઈ પોપટના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા ગીરઝાબેન મનસુખભાઈ પોપટ, નીરૂબેન બાબુભાઈ મકવાણા, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ ગૌસ્વામી, લીલાબેન ઉર્ફે લતાબેન ગોવિંદભાઈ હરસધીયા, મનીષાબેન ઇન્દુલાલ કાનાણી, ભાવનાબા ભરતસિંહ જાડેજા, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિદ્ધપુરા, જોશ્નાબેન દશરથભાઈ સાવરીયા, અંજુબા ભરતસિંહ ઝાલા, સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્રા અને જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા એમ ૧૧ ને ઝડપી લઈને રોકડ રૂ ૩૯,૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે