

ઓમ શાંતિ
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય મોરબી દ્વારા મોરબીના ભાઈ બહેનો માટે વિશેષ આબુ રાજથી પધારેલા આદરણીય વરિષ્ઠ રાજયોગી બી. કે. ઉષાદીદી દ્વારા એક સુંદર, વિશેષ અને પ્રેરણાદાયી આધ્યાત્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ. જેમાં મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડે. મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા અને જયેશભાઇ દેસાઈ દંડક શ્રી અને કોર્પોરેટર વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમનો દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો.
બી. કે ઉષાદીદી દ્વારા સમજાવવામાં આવ્યું કે જીવન માત્ર પસાર કરવા માટે નથી, પરંતુ દરેક ક્ષણને ખુશી, શાંતિ અને ઉમંગથી જીવવાનું નામ જ સાચા અર્થમાં જીવવું છે.
પરિસ્થિતિ બદલાઈ કે ના બદલાય પરંતુ આપણી દ્રષ્ટિ અને વિચારધારા બદલાય તો જીવનમાં નવી ખુશીનો અનુભવ થઈ શકે છે
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણેલ અને જીવનમાં નવી સકારાત્મક વિચારસરણી દ્વારા સાચી ખુશી, શાંતિ અને સુખેથી જીવન જીવવાની પ્રેરણા મેળવી હતી.

