




વાંકાનેર પંથકમાં દિવાળીની રાત્રીએ હિચકારી હુમલાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં દિવાળીની રાત્રીએ ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા ઉપર થયેલા હિચકારી હુમલામાં મુસ્તાક ગુલમમદ બ્લોચ અને અન્ય છ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ઓમદેવસિંહ ઝાલાએ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ મુજબ ફરિયાદ નોંધાવી હતી કે મુસ્તાક બ્લોચ અને તેના માણસોએ કહેલ કે ઓમદેવસિંહને પતાવી દો જેથી ભાટિયા સોસાયટીમાં તેના સહીત છ લોકોએ હુમલો કર્યો અને માથામાં તેમજ અન્ય જગ્યાએ લાકડા, ધોકા અને ધારિયા-પાઈપ વડે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી
પોલીસે આરોપીની અટક કરી ચાર્જશીટ રજુ કરતા ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા બધા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે આરોપીના વકીલ દ્વારા રજુ કરેલ પુરાવાઓ અને ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી મુસ્તાક બ્લોચ, અસરફ સેરમમદભાઈ, વસીમ અબ્દુલ, સિકંદર ઇકબાલ, અસ્લમ ગુલામઅહેમદ તરફે એડવોકેટ આશીષ આર વાળા અને આરોપી સિકંદર અબ્દુલ તરફે એડવોકેટ ગોપાલભાઈ ઓઝા રોકાયેલ હતા
