ખેડૂત આંદોલનકારીઓને દબાવવાનો પ્રયાસ ? કાલે મોરબી જીલ્લા પંચાયત ઉમટી પડવા ખેડૂતોને હાકલ

આંદોલન સાથે જોડાયેલા આગેવાનના સરપંચ પત્નીને કારણદર્શક નોટીસ મળી

            વીજ થાંભલા અને વીજ વળતર મામલે જેતપર ગામે ખેડૂતોનું આંદોલન ચાર માસથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને સરકાર ખેડૂતોનો અવાજ સાંભળતી ના હોવાના સુરો વચ્ચે ખેડૂત આંદોલનને તોડવા અને આંદોલનકારીઓને દબાવવા માટેના પ્રયાસ થતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલા યુવાનના સરપંચ પત્નીને ડીડીઓ દ્વારા કારણદર્શક નોટીસ ફટકારતા બુધવારે ખેડૂતોને મોરબી જીલ્લા પંચાયત કચેરીએ એકત્ર થવા આહ્વાન કરવામાં આવ્યું છે

            મોરબી ડીડીઓ દ્વારા માળિયાના જુના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયાને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે જેમાં ગ્રામ પંચાયતને ડોર ટૂ ડોર કચરા કલેક્શન માટે ફાળવેલા ટ્રેક્ટરનો ઉપયોગ ગ્રામ પંચાયત દ્વારા ડીસેમ્બર ૨૦૨૫ થી ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ સુધી કર્યો નથી અર્થાત ટ્રેક્ટરને બંધ રાખીને કચરાનું કલેક્શન કરવામાં આવ્યું નથી સરપંચ તરીકેની ફરજ બજાવવા માટે અસમર્થ છો તેમજ ગ્રામ પંચાયત હસ્તકના આચાર્ય ક્વાર્ટરનું મકાન, આઉટ પોસ્ટ મકાન, પંચાયત સ્ટોર રૂમ મકાન અને મંત્રી ક્વાર્ટરનું મકાન સક્ષમ સત્તાધિકારીની વહીવટી મંજુરી મેળવ્યા વિના તોડી પાડીને કાટમાળનો નિકાલ કરેલ છે જેથી આ બાબતો ધ્યાને લેતા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭ (૧) હેઠળ શા માટે પગલા ન લેવા ? તે બાબતનો ખુલાસો કરવા રૂબરૂ સુનાવણી માટે તા. ૧૪ ને બુધવારે બપોરે ૧૨ કલાકે જીલ્લા પંચાયત કચેરી મોરબી ખાતે હાજર રહેવા જણાવ્યું છે 

            આમ આંદોલન સાથે જોડાયેલા ઉમેશભાઈને દબાવવા તેના સરપંચ પત્નીને ડીડીઓ દ્વારા જીલ્લા પંચાયત કચેરીએ બોલાવ્યા છે અને ઉમેશભાઈને તેમજ આંદોલનને દબાવવા માટે આવા કૃત્ય કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેથી જેતપર ખેડૂત આંદોલન સમિતિ દ્વારા ગુરુવારે જીલ્લા પંચાયત કચેરીએ ખેડૂત ભાઈઓ-બહેનોને ઉમટી પડવા અપીલ કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.