હળવદમાં બીમારીથી કંટાળી દવા પી લેતા મોત, વાંકાનેરમાં વૃદ્ધનું બીમારીથી મોત

વાંકાનેરના શેલ્ટર હોમમાં રહેતા વૃદ્ધનું બીમારી સબબ મોત

વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ શેલ્ટર હોમમાં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધ ઘણા સમયથી બીમાર હતા અને બીમારી સબબ વૃદ્ધનું મોત થયું હતું

મૂળ દાહોદના વતની હાલ વાંકાનેર મિલ પ્લોટમાં આવેલ શિવાલય શેલ્ટર હોમમાં રહેતા મનીષભાઈ નટવરલાલ તલાટી (ઉ.વ.૬૬) નામના વૃદ્ધને લાંબા સમયથી તાવ આવતો હતો અને તાવની બીમારીથી મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

હળવદના બુટવડાં ગામે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા આધેડનું મોત

હળવદ તાલુકાના બુટવડા ગામમાં રહેતા ૪૮ વર્ષીય આધેડને પગનો દુખાવો હતો અને બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના બુટવડા ગામના રહેવાસી મુળજીભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.વ.૪૮) નામના આધેડ ગત તા. ૩૦-૦૭ ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હળવદ બાદ મોરબી ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક આધેડને લાંબા સમયથી પગમાં દુખાવો થતો હતો અને આયુર્વેદિક દવા ચાલુ હતી પરંતુ દુખાવો મટતો ના હતો જેથી પોતાની જાતે બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી અને મોત થયાનું જાણવા મળ્યું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.