

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા શહેરની એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિવિધ છ અલગ અલગ પ્રોજેક્ટ અંતર્ગત છ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું
એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખી સ્પર્ધા, મેમરી ટેસ્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, હેર સ્ટાઇલીંગ, મહેંદી સ્પર્ધા અને આરતી થાળી શણગાર એમ છ અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ૧૫૦ જેટલી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં રોટે. હુઝેફા લકડવાલા, રોટે. સોનલબેન શાહ, રોટે. પ્રકાશકાકા દોશી અને રોટે. અમિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ઇવેન્ટમાં સક્રિયપણે ભાગ લીધો હતો.


