

તાજેતરમાં ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડની હજુ તો તપાસ ચાલી રહી છે અને ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે હોય તેમ દારૂની રેલમછેલ જોવા મળી રહી છે આજે મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક એક કાર પલટી મારી ગઈ હતી જેમાં દેશી દારૂનો જથ્થો ભરેલો હતો અને કાર પલ્ટી જતા દારૂની રેલમછેલ જોવા મળી હતી
મોરબીમાં બેફામ દેશી અને વિદેશી દારૂના વેચાણ થતા હોય અનેક વખત પોલીસની રેડમાં થોડો ઘણો દારૂનો જથ્થો પકડાતો હોય છે તો પકડાય એથી વધુ દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે છતાં પોલીસ તંત્રની ઢીલીને કારણે બુટલેગરો બેફામ બન્યા છે આજે મોરબીના મહેન્દ્રનગર નજીક એક કાર પલટી મારી ગઈ હતી જેમાં દેશી દારૂનો જથ્થો ભર્યો હોવાની માહિતી મળી રહી છે અને કાર પલટી જતા રોડ પર દેશી દારૂની રેલમછેલ જોવા મળી હતી