



ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે થયેલ ડબલ મર્ડરના ગુનામાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની ગુજરાત સરકારે સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણુક કરી છે
ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા દ્વારા તા. ૦૯ જુનના રોજ ૩ : ૩૦ વાગ્યાના અરસામાં ખેતીની જમીન કે જે તેઓના ગામ મેઘપર ઝાલા ખાતે આવેલ છે તે જમીનની માપણી કરવાની હોય જેથી તેઓ અને માપણીવાળા કીર્તિભાઈ તેઓના નાનાભાઈ જયપાલસિંહ તેઓના દીકરા હર્ષવર્ધનસિંહ અને કાકાના દીકરા સંજયસિંહ બધા માપણી કરાવતા હતા ત્યારે બાજુમાં આવેલ ખેતરવાળા મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના દીકરાએ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને બોલાવેલ હતા તે દરમિયાન પાણી ભરવા જતા અબે સંજયસિંહ ચા બનાવતા હતા
તે વખતે તેઓના ગામના મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના બંને દીકરા મોટરસાયકલ લઈને આવ્યા અને શેઢેથી જોતા તેઓના ભાઈ જયપાલસિંહ તથા દીકરા હર્ષવર્ધનસિંહનાઓને છરી જેવા ઘાતક હથિયારોથી માર મારતા દેખાતા તેઓ ત્યાં દોડીને ગયેલ અને ત્યાં પહોંચતા મહાવીરસિંહ અને તેજપાલસિંહ બન્ને મોટરસાયકલ લઈને ભાગી ગયા સ્થળ પર તેઓના દીકરા અને ભાઈ લોહીલુહાણ હાલતમાં થઇ ગયેલ હતા આરોપીઓ દ્વારા પુત્ર હર્ષવર્ધનસિંહ ઝાલાને છરીના આડેધડ ૧૧ જેટલા ઘા મારી મોત નીપજાવી અને ભાઈ જયપાલસિંહ ઝાલાને ૧૮ ઘા છરીના મારી મોત નીપજાવ્યું હતું
ટંકારા પોલીસે આરોપીઓ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધા હતા જે કેસમાં ફરિયાદી દ્વારા ગુજરાત સરકારમાં કેસ માટે ખાસ સરકારી વકીલ એટલે કે સ્પેશ્યલ પી.પી. ની માંગણી કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર દ્વારા કેસ ચલાવવા માટે રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પી.પી. નિમણુક કરવામાં આવી છે