રાજકોટ : શ્રીફળ ચક્ર દ્વારા રસોઈની રાણીઓ માટે અનોખી કૂકિંગ ઇવેન્ટ યોજાઈ

શ્રીફળ એક સ્વાદ અનેક, ૬૦ થી વધુ બહેનોએ ટેસ્ટી ડીશ બનાવી

 

 

રાજકોટ શહેરમાં મહિલાઓએ શ્રીફળથી તૈયાર કરેલી નવીન વાનગીઓથી સર્જનાત્મકતાનું અનેરું પ્રદર્શન કર્યું હતું શ્રીફળ એક વાનગીઓ અનેક સૂત્ર હેઠળ રાજકોટમાં મહિલાઓ માટે રસોઈકલથી કોકોનેટ કૂકિંગ કોમ્પીટીશન યોજાઈ હતી શ્રીફળ ચક્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહિલાઓએ શ્રીફળથી બનતી પરંપરાગત અને નવીન વાનગીઓ રજુ કરી હતી

કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોએ ઘરેતી તૈયાર કરેલી વાનગીઓ રજુ કરી હતી જેમાંથી પસંદ કરાયેલ ટોચના સ્પર્ધકોએ લાઈવ કૂકિંગ દ્વારા પોતાની રસોઈકલા દર્શાવી હતી કાર્યક્રમનું આયોજન શીતલ પટેલ, રશ્મિ અધર્વ્યું અને સ્મિતા તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આયોજિત અનોખી ઇવેન્ટમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ઇવેન્ટમાં ખાસ મહેમાન તરીકે વોઈસ ઓફ ડેના મીરાં દોશી મણિયાર, જ્યોતિબેન ટીલવા, સપના જટાનીયા, દર્શના અનડકટ, સ્વ્નારી સંસ્થાના મીનલબેન મહેતા, જાણીતા કૂકિંગ એક્સપર્ટ સોનલ શાહ, હેતલબેન માંડવીયા, ઉષાબેન સોનેજી, પ્રીતીબેન અજમેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.