મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પકડાયા: બે ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ અયોધ્યાપુરી રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે સત્યમ બેટરીની દુકાન પાસે આઈપીએલની મેચ પર જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી બે શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

બનાવની વિગતો મુજબ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચ પર રનફેર અને હાર-જીતનો જુગાર રમી રહેલા રાજેશ અશ્વિનભાઇ ઉભડીયા અને અજય ગોપાલભાઇ ભડલકીયાને પોલીસે ઝડપી લીધા હતા. આ શખ્સો વિશુભા ઝાલા અને ઇસ્માઇલભાઇ કુરેશી નામના અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને જુગાર રમી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૩,૭૦૦, ત્રણ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૪૦,૦૦૦) અને એક મોટરસાઈકલ (કિંમત રૂ. ૫૦,૦૦૦) મળી કુલ રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાજર નહીં મળી આવેલા અન્ય બે આરોપીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Leave A Reply

Your email address will not be published.