વાંકાનેરના મકતાનપરની સીમમાં પોલીસનો દરોડો: ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મકતાનપર ગામની સીમમાં બાતમીના આધારે દરોડો પાડીને વાડીના સેઢે છુપાવેલો દેશી દારૂ બનાવવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી હજારોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી છે.

બનાવની વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ ટીમે મકતાનપર ગામની સીમમાં આવેલ ‘ઢોરાવાળો’ વાડી વિસ્તારમાં રેઈડ કરી હતી. તપાસ દરમિયાન આરોપી કિશનભાઇ નથુભાઇ રાણેવાડીયાના કબજા ભોગવટા વાળી વાડીના સેઢે આવેલી બાવળની કાંટમાંથી ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર રાખવામાં આવેલો દેશી દારૂ ગાળવાનો ૪૦૦ લીટર ઠંડો આથો મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો આ મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, પોલીસ રેઈડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હોવાથી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.