મોરબીમાં જાહેરમાં લુડોની ગેમ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા: ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે જૂના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં દરોડો પાડીને મોબાઈલ એપ પર જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
બનાવની વિગતો મુજબ, મોરબી જૂના બસ સ્ટેન્ડ પાછળ રિક્ષા સ્ટેન્ડ પાસે જાહેર જગ્યામાં કેટલાક ઇસમો મોબાઈલ ફોનમાં લુડોની ગેમ રમી હાર-જીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા સમીરભાઇ હનીફભાઇ ભટ્ટી, મોસીમ ઉર્ફે માસ સલીમભાઇ મોવર અને મુસાભાઇ ઉમરભાઇ હાલા નામના ત્રણ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસની તપાસમાં આરોપીઓ મોબાઈલ એપમાં પાસા ફેંકી નસીબ આધારિત જુગાર રમતા હોવાનું ખુલ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૬૫૦ તથા ૧૦,૦૦૦ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ મળી કુલ રૂ. ૧૦,૬૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.