જેતપર ગામે ગુરુવારથી ખેડૂતોના પ્રશ્ને આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ

 

મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતોએ વીજ લાઈન વળતર મુદે સપ્તાહ સુધી આંદોલન કરી ટ્રેક્ટર રેલી કાઢી હતી જોકે ટ્રેક્ટર રેલીએ રાજકીય રંગ પકડી લેતા ખેડૂતો રેલીથી અળગા થયા હતા અને હવે ગુરુવારથી આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કરવાનું એલાન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર જીલ્લાના ખેડૂતોને જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે

ખેડૂતો કૈલાશગીરી ગુરુમહાદેવગીરી, અમૃતિયા રતિલાલ શિવલાલભાઈ, નેહલકુમાર ધીરજલાલ અમૃતિયા અને ભાડજા રામજીભાઈ નાનજીભાઈ દ્વારા આમરર્ણાંત ઉપવાસ પર બેસવા માટેની મંજુરી/જાણ કરતી અરજી કરતા જીલ્લા કલેકટરને જણાવ્યું છે કે ખેડૂતો વ્યાજબી પ્રશ્નો અને ન્યાયિક માંગણીઓ લાંબા સમયથી પડતર છે અગાઉ ૧૦ જુનના રોજ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય કે સંતોષકારક પગલા લેવામાં આવ્યા નથી

ખેડૂતોની મુખ્ય માંગણીઓ જેવી કે ટેલીગ્રાફ એક્ટ ૧૮૮૫ ની કલમ ૧૦ (D) મુજબ સંપૂર્ણ નુકશાનીનું વળતર આપો, કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જા વિભાગની તા. ૧૪-૦૬-૨૦૨૪ ન ગાઈડ લાઈનના પોઈન્ટ નંબર ૯ પ્રમાણે સંપૂર્ણ વળતર એક હપ્તામાં પહેલા આપો. જ્યાં સુધી ઉપરના બંને મુદાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કંપનીને પોલીસ પ્રોટેક્શન આપીને બળજબરીથી ખેડૂતોના ખેતરમાં થતું કામ બંધ કરવાનો આદેશ આપો

જે માંગણીઓ અન્વયે જેતપર બસ સ્ટેશન પાસે તા. ૧૮ ને ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી ખેડૂતો આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કરવાના છે જે ઉપવાસપણે અહિંસક અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ખેડૂતો કટિબદ્ધ છે ઉપવાસ દરમિયાન જો અમારી તબિયત બગડે અથવા કોઈ અણધારી ઘટના ઘટે તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અદાણી કંપનીના કર્મચારીઓ સુખરામભાઈ, મયંકભાઈ અને વહીવટી તંત્રની રહેશે તેમ જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.