



મોરબી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૭ લાખથી વધુની કિમતના ખોવાયેલા ૩૨ મોબાઈલ અને ચીલઝડપમાં ગયેલ ૧.૭૫ લાખનો સોનાનો ચેન અરજદારોને પરત આપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિ સાર્થક કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ વાય બી જાડેજાના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ અને ચીલ ઝડપમાં ગયેલ સોનાનો ચેન શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફ ટીમ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરતા કુલ ૩૨ મોબાઈલ કીમત રૂ ૭,૦૮,૭૯૧ અને એક ફરિયાદીનો સોનાનો ચેન કીમત રૂ ૧,૭૫,૦૦૦ એમ કુલ રૂ ૮,૮૩,૭૯૧ નો મુદામાલ શોધી કાઢી અરજદારોને પરત સોપવામાં આવ્યો હતો
