મોરબી અને ટંકારામાં ફેક્ટરી સહીત ત્રણ સ્થળે આગ, ફાયર ટીમે કાબુ મેળવ્યો

 

મોરબી અને ટંકારામાં ફેક્ટરી, જીનીંગ મિલ અને પેટ્રોલ પંપ પાસે કચરામાં આગ લાગી હતી ફાયર ટીમે ત્રણેય સ્થળે આગ પર કાબુ મેળવી લીધો છે

 

મોરબીના બેલા ગામના પાટિયા પાસે આજે સવારે Raffles Speciality Minerals LLP કંપનીમા આગ લાગી હતી તેમજ બપોરે ૧૨ કલાકે લતીપર રોડ પર ટંકારામાં આવેલ લક્ષ્મીનારાયણ જીનીંગ મિલમાં આગ લાગી હતી અને બપોરે ૪ કલાકે લજાઈ અને ટંકારા વચ્ચે આવેલ સિલ્વર પેટ્રોલ પંપ પાસે કચરામાં આગ લાગી હતી ત્રણેય સ્થળોએ સમયસર પહોંચી મોરબી ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો હતો આગના બનાવોમાં કોઈ જાનહાની થવા પામી નથી

Leave A Reply

Your email address will not be published.