

વાંકાનેરમાં રહેતા મુસ્લિમ દંપતી અને તેના દીકરાને ત્રણ ઇસમોએ લાકડી અને બેલ્ટ વડે માર મારી ઈજા કરી ગાળો આપી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા સહીત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં ૦૨ માં રહેતા સાહીનબેન વસીમભાઈ અમરેલીયા (ઉ.વ.૪૧) વાળાએ આરોપીઓ અલ્ફેઝ અલીમામદ માણેકીયા, મેહુલ ઠાકોર અને એક અજાણ્યો માણસ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દિયર તન્વીરે આરોપી અલ્ફેઝની મામી સાથે પ્રેમલગ્ન કરેલ હોવાનો ખાર રાખી ત્રણેય ઈસમો વાંકાનેર જીનપરા શેરી નં ૧૩ માં આવ્યા હતા જ્યાં ફરિયાદીના દેવર તનવીર સાથે માથાકૂટ કરતા હતા
જેથી ફરિયાદીના પતિ વસીમ અબ્દુલકરીમ અમરેલીયા અને દીકરો અયાન વચ્ચે પડતા આરોપીઓએ લાકડી વડે પતિ વસીમને તેમજ આરોપી મેહુલે દીકરા અયાનને બેલ્ટ વડે માર મારી ફરિયાદી સાહીનબેન, પતિ વસીમ અને દીકરાને માર મારી ઈજા કરી ગાળો આપી હતી વાંકાનેર સીટી પોલીસે બે ઈસમો નામજોગ અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે