હળવદના કોયબા નજીક રોજડુ આડું ઉતરતા દંપતીના બાઈકને અકસ્માત, વૃદ્ધનું મોત

બાઈક સ્લીપ થતા પતિનું મોત જયારે પત્નીને ઈજા પહોંચી

 

 

હળવદના કોયબા જવાના રોડ પર વૃદ્ધ દંપતી બાઈક પર જતું હતું ત્યારે રોજડું આડું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક વૃદ્ધનું મોત થયું છે જયારે પાછળ બેસેલ પત્નીને ઈજા પહોંચી છે

 

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારના રહેવાસી કાળુભાઈ અમરશીભાઈ સાબરીયા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ અને તેના પત્ની વસંતબેન બંને બાઈક જીજે ૩૬ એએન ૩૬૩૦ લઈને કોયબા રોડ પર રંગીલા હનુમાનજી રોડ પરથી જતા હતા ત્યારે રોડ પર અચાનક રોજડુ આડું આવતા બાઈક રોજડા સાથે અથડાતા સ્લીપ થયું હતું જે અકસ્માતમાં બાઈક ચાલક કાળુભાઈ સાબરીયાનું મોત થયું હતું જયારે પત્ની વસંતબેનને સામાન્ય ઈજા પહોંચી છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.