રાજકોટના સંસ્કાર સિટીમાં મહિલાઓ દ્વારા પરંપરાગત રાસ સાથે નવરાત્રીનું વિશેષ આયોજન


રાજકોટના રામધામ, સંસ્કાર સીટી ખાતે ભારતીય સંસ્કૃતિ, ગુજરાતની સમૃદ્ધ લોક પરંપરા અને પ્રાચીન લોકકલાને ઉજાગર કરવાના સુંદર હેતુથી નવરાત્રી પર્વ નિમિતે વિશેષ રાસોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેનું આયોજન સંસ્કાર સિટીમાં રહેતી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પરંપરાગત રાસની વિવિધ શૈલીઓ દ્વારા ગુજરાતની લોક સંસ્કૃતિની ઝલક રજુ કરવામાં આવશે
વિશેષ આયોજન ગીતાબેન કોટડીયા, શ્રુતિબેન કોટક, ડીમ્પલબેન ડોડીયા, બીનલબેન સાવલીયા, ધર્મિષ્ઠ!બેન કામાણી અને ભાવનાબેન મંડલીના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં આશરે ૪૦ દીકરીઓ દ્વારા પરંપરાગત અને લોક સંસ્કૃતિ આધારિત રાસની મનમોહક રજૂઆત કરવામાં આવશે જેમાં તાળી રાસ, દાંડિયા રાસ, ડાકલા રાસ, અઘોર નગારા રાસ, ટીપણી રાસ, ખંજરી રાસ તેમજ કરતાલ રાસ રજુ કરવામાં આવશે પરંપરાગત વેશભૂષા, લોકવાઘો અને તાલબદ્ધ રજુઅતો દ્વારા નવરાત્રીના ઉત્સવને વિશિષ્ટ રંગ આપવામાં આવશે
આયોજનનો મુખ્ય ઉદેશ્ય નવી પેઢીને આપણી સમૃદ્ધ ગુજરાતી લોકસંસ્કૃતિ, પરંપરાગત રાસ અને પ્રાચીન વાઘો સાથે જોડવાનો છે સાથે જ દીકરીઓની કલા, આત્મવિશ્વાસ અને પ્રતિભાને પ્રોત્સાહન આપી મંચ પૂરો પાડવાનો પ્રયાસ છે કાર્યક્રમનું આયોજન રાજકોટના રામ ધામ, સંસ્કાર સીટી ખાતે કરવામાં આવ્યું છે