“આનંદ પર સૌનો અધિકાર” : યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને કરાવ્યું નિઃશુલ્ક ફિલ્મ દર્શન

મહારાણી નંદકુંવરબા રેન બસેરાના આશ્રિતો-પછાત વિસ્તારના પરિવારોએ મલ્ટીપ્લેક્સમાં ‘હનુમાન અંશ’ ફિલ્મ બતાવાયું

 

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સમાજના દરેક વર્ગને આનંદ, મનોરંજન અને સાંસ્કૃતિક અનુભૂતિની સમાન તક મળે તેવા ઉમદા હેતુ સાથે મહારાણી નંદકુંવરબા રેન બસેરાના આશ્રિતો તેમજ પછાત અને જરૂરિયાતમંદ વિસ્તારોના લોકો માટે ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મ ‘હનુમાન અંશ’નું વિશેષ નિઃશુલ્ક ફિલ્મ દર્શન યોજવામાં આવ્યું હતું.

 

આ વિશેષ આયોજનમાં બાળકોથી લઈને વડીલો સુધીના આશ્રિતો તથા એવા પરિવારોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમના માટે સામાન્ય સંજોગોમાં મલ્ટીપ્લેક્સમાં જઈને પરિવાર સાથે ફિલ્મ જોવાનો અનુભવ સરળતાથી શક્ય બનતો નથી. યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા તેમને મલ્ટીપ્લેક્સમાં સન્માનપૂર્વક ફિલ્મ નિહાળવાની તક આપીને તેમના ચહેરા પર આનંદ લાવવાનો સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આયોજનનો હેતુ માત્ર ફિલ્મ બતાવવાનો કે મનોરંજન પૂરું પાડવાનો નહોતો, પરંતુ સમાજમાં રહેલા અભાવ અને સુવિધા વચ્ચેના અંતરને લાગણી અને સેવાના સેતુથી થોડું ઓછું કરવાનો હતો.

 

Leave A Reply

Your email address will not be published.