મોરબીના પાડાપુલ નીચે પાર્ક કરેલા બાઈક ચોરીની પોલીસ ફરિયાદ

 

પાડા પુલ નીચે ભરાતી રવિવારી માર્કેટ પાસે પાર્કિંગમાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

મોરબીના પંચાસર રોડ મેઈન કેનાલ પાસે કોયલની વાડીમાં રહેતા જગદીશભાઈ ધનજીભાઈ ચાવડા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત ત.અ ૦૭ જુનના રોજ બપોરે ૨ થી ૩ વાગ્યા દરમિયાન પાડા પુલ નીચે રવિવારી માર્કેટ પાસે ફરિયાદીનું બાઈક જીજે ૦૩ ડીઆર ૬૭૪૬ કીમત રૂ ૧૫ હજાર વાળું રાખ્યું હતું જે અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.