

વાંકાનેરના સતાપરથી અદેપર જવાના રોડ પરથી પોલીસે ૪૭૫ એક્સપ્લોઝીવ જીલેટીન સ્ટીકના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને વાહન સહીત ૩.૧૮ લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય ૧૧ ઇસમોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી એસઓજીમાં ફરજ બજાવતા મુકેશભાઈ જોગરાજીયાએ આરોપીઓ રમેશ ગોરધન ખોજીરજી રહે રાજકોટ, ચોથાભાઇ વાલાભાઈ ગોરિયા અને સામાભાઈ રહે બંને સતાપર તા. વાંકાનેર, શોર્ટ ફાયરર અજાણ્યો માણસ, બોલેરો જીજે ૦૩ બીવાય ૯૯૩૩ નો ડ્રાઈવર અને અજાણ્યા સાત ઈસમો એમ કુલ ૧૨ આરોપીઓ વિરુદ્ધ એક્સપ્લોઝીવ એક્ટની કલમો મુજબ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સતાપરથી અદેપર જતા રોડ પર શક્તિધાર દળદળીયા હોક્ળા પાસે સર્વે નં ૧૧૧ પૈકી ૧૨ ની સરકારી ખરાબાની જમીનમાં કોઈ જાતની લીજ કે આધાર વગર ગેરકાયદે મંડળી રચીને ડેન્જર એક્સપ્લોઝીવ જીલેટીન સ્ટીક નંગ ૪૭૫ કીમત રૂ ૧,૦૫,૪૫૦ ગેરકાયદે રીતે આરોપી રમેશ ખોજીરજીએ પોતાના કબજામાં રાખી સરકારી જમીનમાં ૯૮ જેટલા બોર કરી જે પૈકી ૨૩ બોરમાં બોલેરો ગાડીમાં એક્સપ્લોઝીવ લાવી ઇલેક્ટ્રિક ડીટોનેટર સાથે બાંધી બોરમાં આશરે ૨૫૫ કિલોગ્રામ જેટલો એક્સપ્લોઝીવ પદાર્થ પ્લાન્ટ કરી રાહદારી માણસો, માલધારીઓ અને તેના પાલતું પશુઓની જિંદગી જોખમાય તે રીતે કોઈપણ મંજુરી વિના સરકારી ખરાબામાં બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા હતા
પોલીસે સ્થળ પરથી જીલેટીન સ્ટીક નંગ ૪૭૫ કીમત રૂ ૧,૦૫,૪૫૦ તેમજ ઈલેક્ટ્રોનિક ડીટોનેટર ૭૫ નંગ કીમત રૂ ૩૭૫૦ તેમજ TLD વાયર નંગ ૮૮ કીમત રૂ ૪૪૦૦, પાવડા નંગ ૦૩, પ્લાસ્ટિક કોથળી નંગ ૨૩, મોબાઈલ ૧ કીમત રૂ ૫૦૦૦ અને બોલેરો ગાડી કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૩,૧૮,૭૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રમેશ ગોરધનદાસ ખોજીરજીને ઝડપી લીધો છે અન્ય આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે