વાંકાનેર તાલુકા શાળાના ગ્રાઉન્ડમાંથી બાઈકની ચોરી

 

વાંકાનેર શહેરમાં આવેલી તાલુકા શાળાના ગ્રાઉન્ડમાંથી અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી ગયો હતો પોલીસે ૨૫ હજારની કિમતનું બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા જફરૂદીન અલીભાઈ શેરશીયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ માર્ચના રોજ ફરિયાદી પોતાનું બાઈક જીજે ૦૩ એફએલ ૧૩૫૯ કીમત રૂ ૨૫,૦૦૦ વાળું વાંકાનેર તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.