

મોરબી તાલુકાના વનાળીયા ગામમાં રહેતા યુવાને કૌટુંબિક કાકાને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા કાકાએ છરી વડે ગંભીર ઈજા પહોંચાડી હતી અને યુવાનનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવતા આરોપી કાકાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના વનાળીયા ગામની સ્કૂલ વાળી શેરીમાં રહેતા ૨૬ વર્ષના મહેશ ગોરધનભાઈ રાઠોડના કૌટુંબિક કાકા સુરેશ કાનજી રાઠોડ શેરીમાં ગાળો બોલતા હતા જેથી મહેશે ગાળો બોલવાની ના કહેતા આરોપી સુરેશ રાઠોડે આવેશમાં આવી જઈને છરી વડે હુમલો કરી દીધો હતો જે બનાવમાં ઈજાગ્રસ્ત મહેશ રાઠોડને સારવાર માટે મોરબી અને રાજકોટ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાને દમ તોડ્યો હતો અને યુવાનની હત્યાના બનાવ મામલે મૃતકના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપી કૌટુંબિક કાકા સુરેશ રાઠોડને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે


