મોરબી શહેરના મુખ્ય માર્ગો પર વાહન પાર્કિંગ માટે એકી-બેકી તારીખોનું કાયમી જાહેરનામું


પોલીસ અધિક્ષક કચેરી મોરબીના પત્ર મુજબ મોરબી શહેરની ભૌગોલિક સ્થિતિ અને હાલનો ઓદ્યોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના સાંકડા રોડ રસ્તાને ધ્યાને લઈને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તરમાં આવતા મુખ્ય માર્ગો પર ટૂ વ્હીલર વાહનોના પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક નિયમનો તથા જાહેર હિતાર્થે મુખ્ય રોડ પર એકી-બેકી વાહન પાર્કિંગ કાયમી જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક મોરબી તરફથી દરખાસ્ત મળી હતી જેને પગલે કાયમી જાહેરનામું અમલી છે
જેને ધ્યાને લઈને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું અમલી છે જે મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડથી નહેરૂ ગેટ ચોક સુધીના રોડ પર (સરદાર રોડ) રોડની ડાબી બાજુનું ટૂ વ્હીલર પાર્કિંગ મહિનાની એકી તારીખો અને રોડની જમણી બાજુ ટૂ વ્હીલર પાર્કિંગ મહિનાની બેકી તારીખોએ કરવનું રહેશે તેમજ શક્તીચોક/ ખાટકીવાસ ચોકથી ત્રિકોણબાગ, નહેરૂ ગેઇટ ચોક, ગાંધી ચોક સુધીના રોડ પર રોડની ડાબી બાજુ પાર્કિંગ મહિનાની એકી તારીખે અને રોડની જમણી બાજુએ પાર્કિંગ મહિનાની બેકી તારીખો, ગાંધી ચોકથી શનાળા રોડ પર આવેલ મહેશ હોટેલ સુધીના રોડ પર ડાબી બાજુ એકી તારીખે અને જમણી બાજુ બેકી તારીખે કરવાનું રહેશે
તેમજ ગાંધીચોકથી રવાપર રોડ પર મામા ફટાકડા દુકાનથી આગળ વોકળાના પુલ સુધી ડાબી બાજુ એકી તારીખ અને જમણી બાજુ બેકી તારીખ, નવાડેલા રોડ પર સૌરાષ્ટ્ર હેર ડ્રેસરથી ગાંધી ચોક સુધીના રોડ પર ડાબી બાજુ એકી તારીખે અને જમણી બાજુ બેકી તારીખે, પનારા પાનથી શરુ થતો નવાડેલા રોડ, અયોધાપુરી મેઈન રોડ સુધી રોડ પર ડાબી બાજુ એકી તારીખ અને જમણી બાજુ બેકી તારીખે, સીપીઆઈ કચેરીથી સુપર ટોકીઝ સુધી રોડ પર ડાબી બાજુ એકી તારીખ અને જમણી બાજુ બેકી તારીખે અને નહેરુ ગેટથી ગ્રીન ચોક સુધી રોડ પર ડાબી બાજુ એકી તારીખે અને જમણી બાજુ બેકી તારીખે પાર્કિંગ કરવાનું રહેશે


