


મોરબીના ખોખરા હનુમાન રોડ પર બેલા ગામની સીમમાં આવેલા એક સિરામિક કારખાનામાં રહેતા ૫૦ વર્ષીય આધેડનું બીમારીની સારવાર દરમિયાન અચાનક ઉલ્ટી થતાં અને બેભાન થઈ જતાં મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, બેલા ગામની સીમમાં આવેલા સનક્યુરો સિરામિક કારખાનામાં રહેતા મકરાધવાજા જગા મિરઘા (ઉંમર વર્ષ ૫૦) નામના આધેડની તબિયત લથડતા તેમને બીમારી સબબ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ચાલુ સારવાર દરમિયાન તેમને અચાનક ઉલ્ટી થઈ હતી અને ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા. તબીબો દ્વારા તપાસવામાં આવતા આધેડ મૃત જાહેર થયા હતા.