



મોરબીમાં દિલીપ નામના યુવાન સાથે લગ્ન વિના જ જાનુબેન નામની મહિલા રહેતી હતી જે જાણું બેનને દિલીપભાઈએ ઘરમાં જ છેલ્લા આઠ મહિનાથી રાખી હતી જે તેને બહાર જવા દેતો ના હતો અને ફોન પર કોઈને વાત કરવા દેતો ના હતો. તેમજ તેને માર મારતો હોય આ મામલે તેની બહેન સંગીતાબેને ૧૮૧ ટીમને ફોન કરીને મદદ માંગી હતી જેને પગલે ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર બાબરિયા શિલ્પાબેન અને પાયલોટ રવિ સાવરિયા સ્થળ પર પહોંચ્યા હતા જેને જાનુબેનને ઘરમાંથી બહાર લાવી સમજાવ્યા હતા ત્યારે વાતચીતમાં ભોગ બનનાર જાનુબેને જણાવ્યું હતું કે લગ્ન વગર જ સાથે રહેતા હતા અને જયારે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે દિલીપભાઈએ તે દિવસ પછી જવાબ આપી વાત ટાળતા હતા જેથી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે તેને સમજાવી તેના બહેન સંગીતાબેન અને બનેવી રાજુભાઈને સોપ્યા હતા આમ પ્રેમજાળની ચુંગલમાં ફસાઈ ગયેલી યુવતીનો ૧૮૧ ટીમે છુટકારો કરાવીને તેને નવજીવન આપ્યું છે.
પાત્રોના નામ બદલાવામાં આવ્યા છે

