


વાંકાનેર ભાજપ અગ્રણી અને જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રસિક વોરાને વાંકાનેર તાલુકાના રંગપર ગામની સરકારી ગૌચર જમીનમાંથી રોયલ્ટી ભર્યા વગર અને મંજુરી વગર બ્લેક ટ્રેપ ખોદકામ કરી ખનીજ ચોરી કરવા બદલ રૂ ૮૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે મોરબી ખનીજ વિભાગની ટીમ દ્વારા ભાજપ અગ્રણી સામે કાર્યવાહી કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે
મોરબી ખાણ ખનીજ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અરજદાર બળવંતભાઈ ગોકળભાઈ વોરાએ વાંકાનેર તાલુકાના રંગપર ગામના સર્વે નંબર ૨૦૬/૫ [પૈકી સરકારી ગૌચર જમીનમાંથી રોયલ્ટી ભર્યા વગર અને મંજુરી વગર ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખોદકામ કરવા બાબતે રાજી કરવામાં આવી હતી જેથી ખાણ ખનીજ કચેરીની તપાસ ટીમ અને મામલતદાર વાંકાનેર તથા તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી હતી સ્થળ તપાસ કરતા સ્થાનિકે બ્લેક ટ્રેપ ખનીજ જુનું ખાણકામ કરેલ જોવા મળ્યું હતું જે જમીન માપણી મુજબ કુલ ૧૯,૬૧૬.૪૧ મેં.ટન બ્લેક ટ્રેપ ખનીજનું બિન અધિકૃત ખનન કરી નિકાસ કરી હોવાનું ફલિત થયું હતું જે ખનીજ ખોદકામ રસિકલાલ પ્રેમજીભાઈ વોરા અને રમણીકલાલ પ્રેમજીભાઈ વોરા દ્વારા કરવામાં આવેલ હોવાનું ખુલ્યું હતું
જેથી મોરબી ભૂસ્તરશાસ્ત્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે ફરિયાદી બળવંતભાઈ ગોકળભાઈ વોરાની વાંકાનેર તાલુકાના રંગપર ગામના સર્વે નં ૨૦૬/૫ પૈકી સરકારી ગૌચરની જમીનમાંથી રોયલ્ટી ભર્યા વગર અને મંજુરી વગર ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખોદકામ કરવા બાબતની અરજી અન્વયે કચેરીની તપાસ માપણી મુજબ કસુરદારો દ્વારા કુલ ૧૯,૬૧૬.૪૧ મેં.ટન બ્લેક ટ્રેપ ખનીજનું બિન અધિકૃત ખનન કરેલ હોવાનું ફલિત થયું હતું આથી ગુજરાત ખનીજ (પ્રીન્વેન્શન ઓફ ઈલીગ્લ માઈનીંગ, ટ્રાન્સપોર્ટશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ ૨૦૧૭ ના નિયમ ૩ અને ૫ ના ભંગ બદલ નિયમ ૨૨ ના શીડ્યુલ lll (c) મુજબ બિન અધિકૃત બ્લેક ટ્રેપ ખનીજના ખનન બદલ ૧૯,૬૧૬.૪૧ મેં ટનના પ્રતિ મેં. ટનના રૂ ૩૬૦ લેખે ગણતરી કરતા રૂ ૭૦,૬૧,૯૦૮ અને સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ મુજબ બ્લેક ટ્રેપ ખનીજ માટે ખનીજ કીમત રૂ ૯૩.૬ પ્રતિ મે. ટનના ૨૬ % લેખે ૧૯,૬૧૬.૪૧ મેં. ટનના રકમ રૂ ૧૮,૩૬,૦૯૬ પર્યાવરણીય નુકશાની વળતરની રકમ ડી એમ એફ ટ્રસ્ટ હેઠળ વસુલવાની થાય છે જેથી કુલ રૂ ૮૮,૯૮,૦૦૪ ભરપાઈ કરવા હુકમ કરવામાં આવ્યો છે