મોરબીના જેતપર ગામે સભા : યાર્ડમાં તોડફોડનો પ્રયાસ કર્યો….તો કહીને ભાજપ નેતાઓને ખુલ્લી ચેતવણી
માર્કેટ યાર્ડમાં જીત બાદ ખેડૂત પરિવર્તન પેનલનો જેતપર ગામે અભિવાદન સમારોહ કોંગ્રેસ નેતા લલિત કગથરા અને મનોજ પનારા ગજવી, ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો


મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પરિવર્તન પેનલે જીત મેળવતા પેનલનો જેતપર ગામે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેતપર ગામે અભિવાદન સમારોહમાં મનોજ પનારા અને લલિત કગથરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી બંને આગેવાનો સહિતનાઓએ સભાને સંબોધન કરતા ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો હતો
ગુજરાતમાં તોડજોડની રાજનીતિ જોવા મળે છે જેને ધ્યાને લઈને મનોજ પનારાએ ભાજપને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે આંદોલનનું એપી સેન્ટર જેતપર હતું જેતપર સહકારી મંડળીઓએ શરૂઆત કર્યા બાદ અન્ય ગામોએ સમાંથાન અપાયું હતું ખેડૂત પેનલના બંને વિભાગના મળીને ૯ સભ્યો ચૂંટાયા છે જેમાંથી એકપણ સભ્યને તોડવાનો કે ખરીદવાનો પ્રયાસ કરવામાં આવશે તો ૧૦ હજાર ખેડૂતો ઘરે જઈને હલ્લાબોલ કરશે, આવા નેતાઓનું સ્ટીંગ ઓપરેશન કરવામાં આવશે, ફોન રેકોર્ડીંગ વાયરલ કરવામાં આવશે, ખેડૂતો વેચાનારના જ નહિ, ખરીદનાર નેતાના ઘરે પણ જશે કહીને ભાજપને તોડફોડ રાજનીતિ ના કરવા ચેતવણી આપી હતી
કોંગ્રેસ અગ્રણી લલિત કગથરાએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે યાર્ડમાં બે દાયકા કરતા વધુ સમયથી ચાલતા એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે ખેડૂતોને અગાઉ ખાતર ન મળવાનો અને હેરાનગતિનો ભય હતો આ ચુંટણીમાં ખેડૂતોએ ડર્યા વિના મતદાન કર્યું હતું જેતપર મંડળીના સભ્યોએ ખુલ્લેઆમ વિડીયો બનાવી સમર્થન આપ્યું હતું જેથી અન્ય ખેડૂતોનો ડર દુર થયો હતો અને ખેડૂત પરિવર્તન પેનલના ખુલ્લા સમર્થનમાં આવ્યા હતા સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સરકાર ઉદ્યોગપતિઓનો સાથ છોડી ખેડૂતોનો અવાજ નહિ સાંભળે તો ગુજરાત વિધાનસભા ચુંટણી ગુમાવવાનો વારો આવશે
જેતપર મંડળીના સતીશકુમાર પ્રફુલભાઈ અઘારાએ મોરબી, ટંકારા અને માળિયાની તમામ સહકારી મંડળીઓના સભ્યોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આ જીતને ગુજરાતના ૫૪ લાખ ખેડૂતોની જીત ગણાવી હતી. તેમજ ચૂંટાયેલા સભ્યોને કોઇપણ લાલચમાં પૈસાથી વેચાય નહી અને ખેડૂતોએ જે અતુટ વિશ્વાસ મુક્યો છે તે જાળવી રાખવા અપીલ કરી હતી

