હળવદ : હિસાબ બાબતે મનદુઃખ થતા સ્પાના ભાગીદારો વચ્ચે મારામારી

 

હળવદના સરા રોડ પર ભાગીદારીમાં ધંધો કર્યો હોય અને હિસાબ બાબતના મનદુઃખને પગલે ઝઘડો થયો હતો જેમાં લોખંડના લાકડાના હાથાવાળા ઝારાથી મહિલા સહીત બેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે

 

હળવદ સરા રોડ રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરૂભાઈ ડાભી (ઉ.વ.૩૦) નામના યુવાને આરોપી કરણસિંહ દીલુભાઈ ચૌહાણ રહે રઘુનંદન સોસાયટી સરા રોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ ત્રણ વર્ષ પૂર્વે આરોપી સાથે ધ્રાંગધ્રા ગોકુલધામ કોમ્પ્લેક્ષમાં એપલ સ્પા પાર્ટનરમાં ચાલુ કર્યું હતું અને ત્રણેક મહિનાથી ફરિયાદી અને આરોપીને હિસાબ બાબતે મનદુઃખ થયેલું છે જેનો ખાર રાખી આરોપી લોખંડનો લાકડાના હાથા વાલા ઝારાથી ફરિયાદીને પીઠ પર મારી તેમજ કંચનબેન વચ્ચે પડતા પૂરી તરવાનો લોખંડના લાકડાના ઝારાથી પીઠ પાચલ મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.