કબીર ટેકરી પાસે જુગાર રમતી મહિલાઓ સહીત સાત ઝડપાયા

 

કબીર ટેકરી રામાપીર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૪,૭૦૦ જપ્ત કરી છે

 

સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી કબીર ટેકરી રામાપીર મંદિર પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વિશાલ ધીરજભાઈ અગેચણીયા, શિવા વિરજીભાઈ ડોડીયા, જયેશ શ્યામજીભાઈ અગેચણીયા, યોગેશ મગનભાઈ વાઘાણી, અલ્પાબેન મનસુખભાઈ લાલવાણી, ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા અને સુનીતાબેન નીતિનભાઈ અગેચણીયા એમ સાતને ઝડપી લઈને રૂ ૧૪,૭૦૦ રોકડ રકમ જપ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.