



હળવદમાં મોરબી ચોકડી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એક શખ્સને મોરબી એસઓજીની ટીમે પકડી લીધો હતો.
મળતી માહિતી મુજબ એસઓજી સ્ટાફને બાતમી મળી હતી કે એક ઇસમ મોરબી ચોકડી બાજુમાં બનતા શોપિંગની આજુબાજુ દેશી પિસ્ટલ સાથે આંટાફેરા કરે છે. બાતમીના આધારે રેઇડ કરતા રીન્કુ હરિસિંહ બઘેલ નામનો યુવાન દેશી હાથ બનાવટની પિસ્ટલ કીમત રૂપિયા ૫૦૦૦ સાથે મળી આવ્યો હતો. આ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
