રાજકોટ–મોરબી રોડના રિસરફેસિંગ માટે રૂ. ૧૦૩ કરોડની માતબર રકમની મંજૂરી 

 

 

મોરબી જિલ્લાના નાગરિકો અને રાજકોટ–મોરબી માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકો માટે આનંદના સમાચાર રાજકોટ–મોરબી સ્ટેટ હાઇવે (એસ.એચ.-૨૪)ના રિસરફેસિંગ અને માર્ગને વધુ સુવિધાજનક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજિત રૂ. ૧૦૩ કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે.

 

આ વિકાસકાર્ય અંતર્ગત રાજકોટ–મોરબી રોડના કુલ ૬૪.૩૧૮ કિલોમીટરના માર્ગ પર રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના અંતર્ગત બે તબક્કામાં કામગીરી કરવામાં આવશે.

 

પ્રથમ તબક્કો: ૪૪.૧૬૩ કિલોમીટરના માર્ગ માટે રૂ. ૭૪ કરોડની મંજૂરી.

બીજો તબક્કો: ૧૮.૧૫૫ કિલોમીટરના માર્ગ માટે રૂ. ૨૯ કરોડની મંજૂરી.

 

આ કામગીરીમાં સમગ્ર લંબાઈમાં ૫૦ એમ.એમ. જાડાઈનું બી.સી. લેયર, પસંદગીની લંબાઈમાં સી.સી. રોડ, ઓ.ડી.આર. તેમજ સર્વિસ રોડ અને ફર્નિચર જેવી આનુષંગિક કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ મહત્વપૂર્ણ વિકાસકાર્યને મંજૂરી આપવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ૬૬-ટંકારા પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

 

Leave A Reply

Your email address will not be published.