



મોરબી વાંકાનેર રોડ પર રફાળીયા પાસે એક ટ્રકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી બાઈકને ઠોકર મારતા બાઈકસવારને ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશેષચંદ જગરામસિંહ ગુર્જરએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના કાકા ગુમાનસિંહ પોતાના હવાલા વાળું હીરો કંપનીનું HF ડીલક્ષ મોટરસાયકલ નંબર RJ05SZ૫૫૩૮વાળું લઈને કારખાનેથી ઘરે આવતા હતા ત્યારે મોરબી વાંકાનેર રોડ પર રફાળીયા પાસે મેગ્નેમ સિરામિક પાસે પહોચતા પાછળથી આવતા ટ્રક ટ્રેઇલર RJ07GE7055 નાં ચાલકે પોતાના હવાલા વાળું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરિયાદીના કાકાનાં મોટરસાયકલનાં પાછળના ભાગે અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતા ફરિયાદીના કાકાનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
