



મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રોડ પર વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરા પાસે રોડ પર આરોપી પરેશ દયાલજીભાઈ કાસુંદ્રા ગેરકાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા પર નસીબ આધારિત હાર-જીતનો જુગાર રમી રહ્યો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી રૂ. ૧૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
