



નવલખી હાઈવે પર લુટાવદર અને બરવાળા વચ્ચે રીક્ષાએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોનું મોત નીપજ્યું હતું જ્યારે રીક્ષા ચાલકની હાલત પણ ગંભીર હોય સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેવારીયા નિવાસી ભીખાલાલ બચુભાઈ ડારાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદીનો પુત્ર સંજય અને તેનો મિત્ર હરેશ ઉર્ફે હાર્દિક અરવિંદભાઈ રાઠોડ બાઈક નંબર GJ 3 AQ 479 પર શાક લઈને પરત ખેવારીયા આવતા હતા ત્યારે નવલખી હાઈવે પર લુટાવદર અને બરવાળા વચ્ચે રીક્ષા નંબર GJ 36 U 8018 નાં ચાલક સાગર નંદલાલ સુરેલાએ પોતારી રીક્ષા ગફલતભરી રીતે ચલાવીઈને બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર બંને યુવાનો અને રીક્ષા ચાલક ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક સારવાર માટે ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે જોઈ તપાસી ફરિયાદીના પુત્ર અને તેના મિત્રને મૃત જાહેર કર્યા હતા જ્યારે રીક્ષાચાલકની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
