

રાતાવીરડા ગામની સીમમાં આવેલ ઓરડીમાં રેડ કરી પોલીસે ૧.૫૬ લાખના દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાતાવીરડા ગામની સીમમાં આવેલ રહેણાંક ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી રહેણાંક ઓરડીમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧,૫૬,૦૦૦ નો દારૂ, મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧,૬૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સુરેશ લખમણ જમોડ રહે હાલ રાતાવીરડા ગામની સીમ મૂળ રહે સેજકપર તા. સાયલા વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી રાજુભાઈ ધનજીભાઈ બારૈયા રહે ગરાંભડી તા. સાયલા વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે


