

વઘાસીયા ટોલનાકે એક કોમર્શીયલ વાહનચાલકે ટોલ પ્લાઝાની સંપત્તિને નુકશાન કર્યું હતું તેમજ સ્ટાફ પર હુમલો કરી ધમકી આપી હોવાની મેનેજરે પોલીસ મથકમાં અરજી કરી છે અને ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે
વાંકાનેર વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર મુકેશકુમારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી જણાવ્યું છે કે તા. ૦૮ એપ્રિલના રાત્રીના ૧૨ : ૨૫ કલાકે LMV કોમર્શીયલ વાહન જીજે ૧૦ ટીવાય ૦૮૪૭ જે સંજયસિંહ રહે વઘાસીયા દ્વારા ચલાવવામાં આવેલ હતું અને તેમના દ્વારા ટોલ પ્લાઝા ખાતે લેન નંબર ૧૨ પર લેનના બુમ બેરીયરને ટક્કર મારીને તોડી નાખવામાં આવ્યું હતું ટોલ ફી ચૂકવ્યા વગર રનથ્રું કરીને પસાર કરવામાં આવ્યું જેના કારણે ટોલ પ્લાઝાની સંપત્તિને નુકશાન તથા આર્થિક ખોટ પહોંચી છે
બાદમાં આરોપી ડ્રાઈવર ફરીથી ટોલ બુથ પર આવીને ટોલ કલેકટર સ્ટાફ અરુણ માણિકરાવ ક્ષીરસાગર પર શારીરિક હુમલો કરી તેના ચહેરા પર જોરદાર થપ્પડ મારી હતી વધુમાં ટોલ પ્લાઝાના તમામ સ્ટાફને ધમકીઓ આપી હતી જેથી સ્ટાફમાં ભય ફેલાયો છે ફરજ પર રહેલા કર્મચારીઓની સુરક્ષા પર ગંભીર જોખમ સર્જાયું છે જેથી મામલાની ગંભીરતાને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી આરોપી સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ટોલ પ્લાઝાના સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત થાય.